VIDEO: વારાણસીના કાશી વિશ્વનાથ ધામમાં કેપ્ટન સ્મિત મચ્છારની ઝડપી રિકવરી માટે વિશેષ પૂજા યોજાઈ
સોર્સ : gstv
વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ ધામ ખાતે ફ્લાયદુબઈ ફ્લાઈટના બહાદુર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોકપિટમાં થયેલા હુમલા દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા કેપ્ટન સ્મિત મચ્છારના શીઘ્ર સ્વાસ્થ્ય લાભ માટે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો દ્વારા બાબા વિશ્વનાથનો વિશેષ રુદ્રાભિષેક અને દૂધ અભિષેક કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને સાધુ-સંતોએ તેમની બહાદુરીને બિરદાવતાં જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈને દેશ પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી. ફ્લાયદુબઈ ઘટનામાં ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિતની સાહસિકતા માટે સમગ્ર દેશમાં તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા અર્થે પ્રાર્થનાઓ થઈ રહી છે.

