VIDEO: દિલ્હીના ભારત મંડપમ ખાતે બ્રિક્સ સંમેલન દરમિયાન વૈશ્વિક નેતાઓની વિશેષ સંયુક્ત વૃક્ષારોપણ પહેલ
સોર્સ : gstv
દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન એક પ્રેરણાદાયી અને પર્યાવરણ લક્ષી પહેલ જોવા મળી હતી. બ્રિક્સ દેશોના શીર્ષ નેતાઓએ સાથે મળીને ભારત મંડપમ પરિસરમાં સંયુક્ત વૃક્ષારોપણ કર્યું હતું. ગ્લોબલ વોર્મિંગ સામેની વૈશ્વિક લડાઈ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરતા વિશ્વના આ દિગ્ગજ નેતાઓએ એકતાના પ્રતિક રૂપે છોડ રોપ્યા હતા. આ પહેલથી વિશ્વભરમાં હરિયાળા ભવિષ્ય અને કુદરતના જતનનો સુંદર સંદેશો પ્રસારિત થયો છે, જેને નાગરિકો દ્વારા પણ ખૂબ જ સરાહવામાં આવી રહ્યો છે.

