VIDEO: દિલ્હીના બિલ્ડિંગ દુર્ઘટના પર કોકરોચ જનતા પાર્ટીએ સરકારને ઘેરી
સોર્સ : gstv
દિલ્હીના સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના પર કોકરોચ જનતા પાર્ટીએ સરકાર અને તેના પ્રતિનિધિઓને ઘેર્યા છે. CJP ના પ્રવક્તા સૌરવ દાસે માંગ કરી કે બિલ્ડિંગ માલિક અને તેના રાજકીય જોડાણની પણ તપાસ થવી જોઈએ. સાથે જ સરકાર સામે સાત માંગણીઓ પણ મૂકવામાં આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના જીવ ગયા છે અને અનેક લોકો હજુ પણ સારવાર હેઠળ છે. બીજી તરફ સરકારે આ મામલે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. દિલ્હી હાઈકોર્ટે પણ કેન્દ્ર, MCD, દિલ્હી પોલીસ અને NHRC ને નોટિસ પાઠવી છે. સૌરવ દાસે જણાવ્યું હતું કે, આ દુખદ ઘટના એટલા માટે થઈ કારણ કે કોઈ જવાબદારી જ નથી. આવી ઘટનાઓ વારંવાર બને છે. એક-બે મહિના પછી મામલો ઠંડો પડી જાય છે અને આખરે સમાપ્ત થઈ જાય છે. કોઈ જવાબદારી નક્કી થતી નથી. એટલા માટે, કોકરોચ જનતા પાર્ટી સાત માંગણીઓ મૂકી રહી છે.

