VIDEO: દિલ્હીના પ્રસાદ નગરમાં બુલડોઝર કાર્યવાહી
સોર્સ : gstv
દિલ્હીના પ્રસાદ નગર વિસ્તારમાં આવેલા અલ્ફા ગાર્ડન ખાતે અદાલતના કડક આદેશ બાદ દબાણ હટાવવાની મોટો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોર્ટના હુકમનું પાલન કરતા સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તંત્રની આ આકરા પગલાંની કાર્યવાહીથી અસામાજિક તત્વો અને ગેરકાયદેસર કબજો કરનારાઓમાં ભારે ફાડ પડી છે. અદાલતના નિર્ણય મુજબ સાર્વજનિક જમીનને અતિક્રમણ મુક્ત કરાવવા અને વિસ્તારમાં કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

