VIDEO: ઑક્ટોબરમાં ટ્રેન મુસાફરો માટે ખાસ ચેકિંગ, ઓળખપત્રની થઈ શકે છે તપાસ
સોર્સ : gstv
સેન્ટ્રલ રેલવે દ્વારા 1 ઑક્ટોબરથી 31 ઑક્ટોબર 2026 સુધી ખાસ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ દરમિયાન ટિકિટ ઉપરાંત મુસાફરની મુસાફરીની પાત્રતા અને જરૂરી ઓળખપત્રની પણ તપાસ થઈ શકે છે. ખાસ કરીને કન્સેશન, નિર્ધારિત કોટા, ઈ-પાસ અથવા PTOથી મુસાફરી કરતા મુસાફરોએ મૂળ ઓળખપત્ર સાથે રાખવું પડશે. ચેકિંગ દરમિયાન જરૂરી દસ્તાવેજ રજૂ ન કરી શકાય તો નિયમો મુજબ માન્ય ટિકિટ વિના મુસાફરી ગણાઈ શકે છે. તેથી મુસાફરી પહેલાં ટિકિટ સાથે જરૂરી મૂળ દસ્તાવેજો અને પાત્રતા સંબંધિત પુરાવા સાથે રાખવા મુસાફરોને સૂચના છે.

