VIDEO: લખનઉમાં જ્ઞાનેશ કુમાર સામે સપાનો વિરોધ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ પૂતળું બાળી તેમના રાજીનામાની માગ કરી હતી. સમાજવાદી છાત્રસભાના કાર્યકર દેવાંશ ઠાકુરે સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવી બંધારણ અને લોકશાહીની રક્ષા માટે લડત ચાલુ રાખવાની વાત કરી હતી. પ્રદર્શનકારીઓએ મતાધિકારની રક્ષા માટે આંદોલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જંતરમંતર પર પ્રદર્શન કરવા દેવામાં ન આવતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

