VIDEO: સોનમ વાંગચુકના આમરણાંત ઉપવાસ યથાવત
દિલ્હીના જંતર-મંતર ખાતે વહેલી સવારના દ્રશ્યોમાં આંદોલનકારીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓ સવારથી જ હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શનમાં જોતરાઈ ગયા છે, જ્યારે ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકની સ્થિતિ અત્યંત નાજુક બની રહી છે. ૧૯ દિવસના સતત ઉપવાસના કારણે તેમના સ્વાસ્થ્યમાં ભારે નબળાઈ આવી ગઈ છે અને તેમનું વજન પણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. વાંગચુકનું વજન ૯ કિલોથી વધુ ઘટી જતાં તબીબોએ મલ્ટી-ઓર્ગન ફેલ્યોરની ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે દિલ્હી હાઈકોર્ટે પણ તેમના રોજના હેલ્થ ચેકઅપના આદેશ આપ્યા છે. ડૉક્ટરોની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગંભીર શારીરિક નબળાઈ હોવા છતાં, વાંગચુક અને તેમની સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓ પોતાની માંગણીઓ પર અડગ રહીને આંદોલનને આગળ ધપાવી રહ્યા છે.

