Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sonam Wangchuk, who has been on a hunger strike for 27 days, has completed her fast

VIDEO: 27 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવતા સોનમ વાંગચૂકે અનશન પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને લઈને ૨૬ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા  શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે અંતે પોતાના અનશનપૂર્ણ કર્યા છે...ગત મોડી રાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે  સોનમ વાંગચુકને જ્યાં દાખલા કરાયા હતા તે મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા...અને સોનમા વાંગચુકને જ્યુસ પીવડાવીને પારણા કરાવ્યા હતા.સોનમ વાંગચુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિદ્યાર્થીઓને ઉદ્દેશીને આપવામાં આવેલા વીડિયો સંદેશ બાદ અનશન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. સોનમ વાંગચુક ગત ૨૮ જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા હતા. અનશન દરમિયાન સ્વાસ્થ્ય લથડતાં ૧૮ જુલાઈના રોજ દિલ્હી પોલીસે તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા.વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી હોસ્પિટલના બદલે તેમને કોઈ શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ તેમને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..

App Store