Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO: Electricity pole compensation movement in Jetpar, Morbi becomes statewide, health of 3 protesters who had been on a fast for 6 days deteriorates.

VIDEO :મોરબીના જેતપરમાં વીજપોલ વળતર આંદોલન બન્યું રાજ્યવ્યાપી, ૬ દિવસથી ઉપવાસ પર ઉતરેલા ૩ પ્રદર્શનકારીઓની તબિયત લથડી.

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીના જેતપરમાં વીજપોલના વળતર બાબતે ખેડૂતોનું આંદોલન હવે ઉગ્ર બન્યું છે. છેલ્લા ૬ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રદર્શનકારીઓમાંથી બે મહિલા અને એક પુરુષની તબિયત લથડતાં ગત મોડી સાંજે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સારવાર હેઠળના ઉપવાસીઓમાં નિર્મળાબેન અઘારા, દક્ષાબેન અમૃતિયા અને નિલેશ એરવાડીયાનો સમાવેશ થાય છે. બીજી તરફ, જેતપરનું આ આંદોલન હવે રાજ્યવ્યાપી બની રહ્યું છે અને તેને ગામોગામથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારના સરપંચો પણ પોતાના લેટર પેડ પર આ બિનરાજકીય આંદોલનને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે, જેને પગલે વળતરના મુદ્દે હવે ખેડૂતો સંપૂર્ણપણે એકજૂટ થયા છે.

App Store