Video: બાન્દ્રા રિક્લેમેશન વિસ્તારમાં પ્રદૂષણથી વિઝિબિલિટીમાં મોટો ઘટાડો

માયાનગરી મુંબઈમાં વહેલી સવારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો, જ્યાં બાન્દ્રા રિક્લેમેશન વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર છવાયેલી જોવા મળી હતી. સવારના સમયના સામે આવેલા દ્રશ્યોમાં શહેરની ઊંચી ઈમારતો અને આકાશ ધૂંધળું દેખાતા વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવાની ગુણવત્તા એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ ખરાબ શ્રેણીમાં પહોંચતા શહેરીજનોમાં ચિંતા વધી છે. સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
જાહેરાત








