મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"હાઈકમાન્ડ જે કહેશે તે જ માનીશ..." કર્ણાટકમાં સત્તા પરિવર્તન અંગે સિદ્ધારમૈયાનો સ્પષ્ટ સંદેશ

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ

"હાઈકમાન્ડ જે કહેશે તે જ માનીશ..." કર્ણાટકમાં સત્તા પરિવર્તન અંગે સિદ્ધારમૈયાનો સ્પષ્ટ સંદેશ

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફક્ત કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયને સ્વીકારશે અને તેનું પાલન કરશે. હાવેરીમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે, તેઓ વારંવાર આ બાબત સ્પષ્ટ કરશે નહીં અને જ્યારે પાર્ટી તેમને બોલાવશે ત્યારે જ દિલ્હી જશે.

હાઈકમાન્ડના નિર્ણયનો સ્વીકાર કરવો પડશે

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનના મુદ્દા પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, તેમણે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે અંતિમ રહેશે. પાર્ટીમાં દરેકને હાઈકમાન્ડના નિર્ણયનો સ્વીકાર કરવો પડશે અને બીજા કોઈની ટિપ્પણીનો જવાબ નહીં આપે. સિદ્ધારમૈયાએ મીડિયાને કહ્યું કે વારંવાર એકનો એક સવાલ ના પૂછો. કારણ કે તેઓ આ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે હાઈકમાન્ડ તેમને બોલાવશે ત્યારે તેઓ દિલ્હી જશે.

1000 દિવસનો માઈલસ્ટોન 

મુખ્યમંત્રીએ તેમની સરકારની કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમણે ચૂંટણી વચનો પૂરા કર્યા છે. તેમણે દાવો કર્યો કે ગરીબો, દલિતો અને પછાત વર્ગોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે છેલ્લા 1000 દિવસોમાં નક્કર પગલાં લેવામાં આવ્યા છે, અને સરકાર આ દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.

17 ફેબ્રુઆરી પછી રાજકીય ગતિવિધિઓ તીવ્ર બની શકે

સૂત્રો અનુસાર, 17 ફેબ્રુઆરી પછી કર્ણાટક કોંગ્રેસમાં સત્તા સંતુલનને લઈને હલચલ તેજ થઈ શકે છે. એવા અહેવાલ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બંનેને દિલ્હી બોલાવવામાં આવી શકે છે, જ્યાં સત્તા-વહેંચણી ફોર્મ્યુલા પર ચર્ચા થવાની સંભાવના છે.

સૂત્રો સૂચવે છે કે જવાબદારીઓના વિભાજન પર સર્વસંમતિ મેળવવા માટે વરિષ્ઠ મંત્રીઓ અને પાર્ટી નેતાઓ સાથે અલગ ચર્ચા પણ થઈ શકે છે.

ખુરશીની ખેંચાતાણ કે સમાચારનું રાજકારણ?

કર્ણાટક કોંગ્રેસ લાંબા સમયથી નેતૃત્વને લઈને આંતરિક ઝઘડાથી ઘેરાયેલી છે. સિદ્ધારમૈયાના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ સાર્વજનિક રીતે હાઈકમાન્ડના નિર્ણયને જાહેરમાં સ્વિકારવાનું બતાવીને રાજકીય બોલ દિલ્હી હાઈકમાન્ડ ઉપર નાંખવા માગે છે.

આ સમાચાર શેર કરો