VIDEO: હીટવેવથી બચવા શિમલા બન્યું ફેવરિટ ડેસ્ટિનેશન, મોલ રોડ અને રિજ મેદાન પર પ્રવાસીઓનું ઘોડાપૂર
સોર્સ : GSTV
મેદાની વિસ્તારોમાં વધી રહેલા ભીષણ તાપમાન અને હીટવેવથી બચવા માટે પ્રવાસીઓએ હવે પહાડો તરફ પ્રયાણ કર્યું છે. હિમાચલ પ્રદેશનું પાટનગર શિમલા અત્યારે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. એક તરફ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ ચૂંટણી બાદ મળેલા વેકેશનને કારણે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શિમલાના પ્રખ્યાત મોલ રોડ અને રિજ મેદાન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હોટલોમાં પણ ઓક્યુપન્સી ફૂલ થઈ ગઈ છે. ઠંડા વાતાવરણનો આનંદ લેવા માટે દિલ્હી, પંજાબ અને હરિયાણાથી લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. જોકે, પ્રવાસીઓના વધતા ધસારાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે, જેને પહોંચી વળવા માટે સ્થાનિક પોલીસ તૈનાત કરવામાં આવી છે.

