મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં 'ભગવા' વાવાઝોડામાં શરદ પવારનો ગઢ તૂટ્યો, કાકા પર ભત્રીજો ભારે પડ્યો

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો એક સમયે મહારાષ્ટ્રના રાજકારણની ધ

મહારાષ્ટ્રમાં 'ભગવા' વાવાઝોડામાં શરદ પવારનો ગઢ તૂટ્યો, કાકા પર ભત્રીજો ભારે પડ્યો

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો એક સમયે મહારાષ્ટ્રના રાજકારણની ધોરી રહેલા શરદ પવારના ગ્રૂપ માટે સારા સમાચાર લઈને આવ્યા નથી.  મત ગણતરી દરમિયાન સાડા ત્રણ કલાક પછી પણ, શરદ પવારનો પક્ષ, NCP-SP, ક્યાંય સારું પ્રદર્શન કરી રહ્યો નથી. મહારાષ્ટ્રના 2,000 વોર્ડના વલણો દર્શાવે છે કે શરદ પવારની પાર્ટી માત્ર 24 વોર્ડમાં આગળ છે. આ પાર્ટી માટે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન છે. મહારાષ્ટ્રમાં ઘણા શહેરો એવા છે જ્યાં NCP-SP(શરદપવાર) હજુ સુધી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. 

મહારાષ્ટ્રની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈમાં NCP-SP ફક્ત એક બેઠક પર આગળ છે. BMC પાસે 227 વોર્ડ છે પરંતુ શરદ પવારનો પક્ષ ફક્ત એક બેઠક પર આગળ છે. મુંબઈના રાજકીય, આર્થિક અને સામાજિક રૂપરેખાને જોતાં, આ NCP-SP માટે મોટો ઝટકો છે.
  
થાણે અને મીરા ભાઈંદરમાં પાર્ટી ચાર-ચાર બેઠકો પર આગળ ચાલી રહી છે.  પરંતુ પુણે, કલ્યાણ, નવી મુંબઈ, ઉલ્હાસનગર, વસઈ- વિરાર જેવા શહેરોમાં NCP-SP પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગયા છે. જલગાંવ, ધુળે, ઇચલકરંજી, નાંદેડ, પરભણી, જાલના, ચંદ્રપુર, અમરાવતી, સોલાપુર, કોલ્હાપુર, નાસિક અને પનવેલ મહારાષ્ટ્રના એવા શહેરોમાં શામેલ છે જ્યાં શરદ પવારની પાર્ટીના એક પણ ઉમેદવારે લીડ મેળવી નથી.

જ્યારે શરદ પવારની પાર્ટી આ ચૂંટણીમાં પાછળ રહી ગઈ હોય તેવું લાગે છે, ત્યારે તેમના ભત્રીજા અજિત પવાર તેમના કાકા કરતા ચાર ગણી વધુ બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોના વલણો દર્શાવે છે કે અજિત પવારની પાર્ટી, NCP હાલમાં 114 વોર્ડમાં આગળ છે. પરિણામે શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમના કાકાની પાર્ટી કરતા પાંચ ગણી વધુ બેઠકો પર આગળ છે.
 
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની નગરનિગમની ચૂંટણીઓમાં NCP,SPઅને કોંગ્રેસથી અલગ થઈને લડી રહી છે. આ ચૂંટણીમાં MNSના પ્રદર્શનની સરખામણી કરીએ તો  MNSનો દેખાવ NCP અને SP ના પ્રદર્શન મામલે ઠિકઠાક રહ્યો છે. હાલમાં સમગ્ર મહારાષ્ટ્રમાં 17 MNS ઉમેદવારો આગળ છે.

આ સમાચાર શેર કરો