VIDEO: જસ્ટિસ યશવંત વર્મા સામે કેશકાંડમાં ગંભીર સવાલો, મહાભિયોગની તૈયારી
જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા કેશકાંડમાં સંસદીય તપાસ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં તેમના દિલ્હીના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી મોટી માત્રામાં રૂ.500ની નોટો મળી હોવાનો ઉલ્લેખ છે. રોકડના સ્ત્રોત અને માલિકી અંગે જસ્ટિસ વર્મા તરફથી સંતોષકારક સ્પષ્ટતા ન મળ્યાનું સમિતિએ જણાવ્યું છે. ઘટનાસ્થળેથી રોકડ સહિતના ભૌતિક પુરાવા યોગ્ય રીતે સુરક્ષિત ન રાખવામાં આવ્યા અને કેટલીક નોટો ગાયબ થવા અંગે પણ સ્પષ્ટતા ન મળી. જસ્ટિસ વર્માના જવાબોને સમિતિએ ગેરજવાબદાર અને ગોળગોળ ગણાવી આક્ષેપોને સાબિત ગણાવ્યા છે. જોકે રોકડ વિધિવત રીતે જપ્ત કે ગણતરી ન કરાઈ હોવાથી કુલ રકમ કેટલી હતી તે સમિતિ ચોક્કસપણે નક્કી કરી શકી નથી. સમિતિએ જસ્ટિસ વર્મા સામેના ત્રણેય આરોપોને સાચા ગણાવી આગળની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. હવે શિયાળુ સત્રમાં તેમને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે તેવી શક્યતા છે.

