Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Senior BJP leader Murli Manohar Joshi's advice to the Modi government

VIDEO: ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની મોદી સરકારને સલાહ

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મુરલી મનોહર જોશીએ મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં ફિક્કી  ઉચ્ચ શિક્ષણ સંમેલન દરમિયાન તેમણે જણાવ્યું કે, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ આપણા બાળકો છે અને તેમની સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ.  જોશીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓને સહાનુભૂતિપૂર્વક સાંભળવી જોઈએ. લાઠીચાર્જ કરવો એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. જ્ઞાનેશ કુમારના રાજીનામા અંગે તેમણે ઉમેર્યું કે ચૂંટણીઓ નિષ્પક્ષ હોવી જોઈએ અને સરકારની જવાબદેહી તથા નોકરશાહીમાં પારદર્શિતા હોવી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તમામ કામગીરી બંધારણના દાયરામાં થવી જોઈએ, અને જો બંધારણનું ઉલ્લંઘન થાય તો સર્વોચ્ચ અદાલતે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.  

App Store