VIDEO: રાજૌરીમાં શંકાસ્પદ હલચલ દેખાતા જવાનોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ!
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ભારતીય સેનાના સજાગ જવાનોએ ફરી એકવાર દેશ વિરોધી તત્વોના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવ્યો છે. માંજાકોટ સેક્ટરમાં મોડી રાત્રે સરહદ પારથી કેટલીક શંકાસ્પદ હલચલ અને ઘૂસણખોરીનો પ્રયાસ સુરક્ષા દળોના ધ્યાને આવ્યો હતો, જેની પર ત્વરિત કાર્યવાહી કરતા ભારતીય આર્મીના જવાનોએ ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાના આકરા પ્રહાર બાદ શંકાસ્પદ તત્વો અંધારાનો લાભ લઈને પાછા ભાગી ગયા હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે સમગ્ર સરહદી વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેથી કોઈ છુપાયેલા આતંકીને શોધી શકાય. સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બોર્ડર પર નજર રાખવા માટે થર્મલ ઈમેજિંગ અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા અભેદ કરી દેવાઈ છે.

