Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'See how many people join the BJP!', Will there be a big game as the election approaches? Open warning to the opposition of Brajesh Pathak

VIDEO: 'જુઓ કેટલા લોકો ભાજપમાં જોડાય છે!', ચૂંટણી નજીક આવતાં જ મોટો ખેલ થશે? બ્રજેશ પાઠકની વિપક્ષને ખુલ્લી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશમાં ભાજપના રાજ્યસભા ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે વિપક્ષી સમાજવાદી પાર્ટી (SP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી નજીક આવતાં જ મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાશે અને પક્ષ આગામી લડાઈ માટે સંપૂર્ણપણે સજ્જ છે.

App Store

'કાર્યકરોની તાકાતમાં ભાજપ વિશ્વનો સૌથી મોટો પક્ષ'

લખનૌ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યું કે, "કાર્યકરો (કેડર) અને સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે. પક્ષની નીતિઓ અને નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ભાજપમાં જોડાનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે."

'સપા પોતાના અસ્તિત્વની ચિંતા કરે'

અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કરતાં તેમણે ઉમેર્યું કે, "સપાએ ભાજપ પર સવાલો ઉઠાવવાને બદલે પોતાની ચિંતા કરવી જોઈએ. ભાજપ ચૂંટણી માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. જેમ જેમ ચૂંટણી વધુ નજીક આવશે, તેમ તેમ તમને જોવા મળશે કે કેટલા લોકો વિપક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કરે છે."

રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે, ત્યારે ડેપ્યુટી સીએમનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવી વિપક્ષી છાવણીમાં ગાબડું પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે.