Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Security tightened in view of rehearsal at Red Fort

VIDEO: લાલ કિલ્લા ખાતે રિહર્સલને ધ્યાનમાં રાખીને સુરક્ષા કડક

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ દિલ્હીમાં આજે લાલ કિલ્લા ખાતે ફુલ ડ્રેસ રિહર્સલ યોજાઈ રહી છે. રિહર્સલને ધ્યાનમાં રાખીને સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા મહત્વના વિસ્તારો, માર્ગો અને સંવેદનશીલ સ્થળોએ ચેકિંગ વધારવામાં આવ્યું છે. દયારગંજ વિસ્તારમાં પણ પોલીસની સઘન સુરક્ષા અને ચેકિંગ જોવા મળી રહ્યું છે. વાહનોની તપાસ સાથે શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસના મુખ્ય કાર્યક્રમને લઈને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે. લાલ કિલ્લા આસપાસ પણ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રિહર્સલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News