VIDEO: દિલ્હીમાં વિરોધ પહેલાં સુરક્ષા સઘન
સોર્સ : gstv
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 10 ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે આયોજિત કોકરોચ જનતા પાર્ટી અને AISAના વિશાળ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી વહીવટી તંત્ર અને પોલીસે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધી છે. દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જાહેર મનાઈહુકમનો હવાલો આપીને આ પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભીડની હિલચાલ અટકાવવા માટે દિલ્હી-એનસીઆરમાં રેલવે, મેટ્રો, કેબ, હોટલ બુકિંગથી માંડીને દારૂના વેચાણ પર અભૂતપૂર્વ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે.

