VIDEO: દિલ્હીમાં બ્રિક્સ સમિટ પહેલા સુરક્ષા સઘન: ૪,૮૦૦ ટ્રાફિક પોલીસકર્મીઓ તૈનાત, ૩૫ મુખ્ય માર્ગો પર પ્રતિબંધ લદાશે
સોર્સ : gstv
નવી દિલ્હીના ભારત મંડપમમાં ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આગામી બ્રિક્સ સમિટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે. વિદેશી નેતાઓ અને VVIP મહાનુભાવોની અવરજવરને ધ્યાનમાં રાખીને અંદાજે ૪ હજાર ૮૦૦ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ૩૫થી વધુ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન નક્કી કરાયા છે....સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રતિનિધિમંડળોના રૂટ પર ૨૨ ડાયવર્ઝન પોઈન્ટ બનાવાયા છે અને વિદેશી મહેમાનોના રોકાણવાળા ૧૨ સ્થળોએ પણ સુરક્ષા વધારી દેવાઈ છે.

