મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં CM પદ માટે મહાયુતિમાં ભડકો! એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ? ભાજપના આ નિવેદનથી શિવસેના છાવણીમાં સોપો!

મહારાષ્ટ્રમાં CM પદ માટે મહાયુતિમાં ભડકો! એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ? ભાજપના આ નિવેદનથી શિવસેના છાવણીમાં સોપો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની શિવસેના તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહી છે, જ્યારે ભાજપે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ આગળ વધવાનો સંકેત આપ્યો છે. મંગળવારે દશેરા રેલી દરમિયાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનાના નેતા કિશોર દરાડે, પ્રતાપ સરનાઇક અને ગુલાબરાવ પાટીલે તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે ખુલ્લેઆમ માંગ કરી હતી.

ભાજપની પ્રતિક્રિયા અને ફડણવીસનું નેતૃત્વ

શિવસેનાના નેતાઓના આ નિવેદનો પર ભાજપના પ્રવક્તા નવનાથ બને જણાવ્યું કે, લોકતંત્રમાં દરેક પક્ષને પોતાની ઇચ્છા વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ મુખ્યમંત્રી બનવા માટે વિધાનસભામાં પૂરતા ધારાસભ્યોનું સમર્થન જરૂરી હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંખ્યાબળ જ નક્કી કરે છે કે, મુખ્યમંત્રી કોણ બનશે. ભાજપના ધારાસભ્ય પરિણય ફુકેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ લડવામાં આવશે અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે દેવેન્દ્ર ફડણવીસ જ નક્કી કરશે.

રામદાસ આઠવલેનું નિવેદન

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની માંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, એકનાથ શિંદેના સમર્થકો ભલે તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માંગતા હોય, પરંતુ તેના માટે શિવસેનાએ આગામી ચૂંટણીમાં ભાજપ કરતાં વધુ બેઠકો જીતવી પડશે. રામદાસ આઠવલેએ જણાવ્યું કે, શિંદેનો અગાઉનો અઢાર મહિના કે અઢી વર્ષનો કાર્યકાળ સારો રહ્યો હતો અને તેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ તે સરકારમાં તત્કાલીન ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો શિંદેએ ફરીથી મુખ્યમંત્રી બનવું હોય, તો ચૂંટણીમાં ભાજપ કરતા વધુ સીટો જીતીને પોતાનું રાજકીય વર્ચસ્વ સાબિત કરવું પડશે.

આ સમાચાર શેર કરો