VIDEO: મૌમાં સ્કૂલ બસ કેનાલમાં પલટી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મૌ જિલ્લાના રાનીપુર વિસ્તારમાં બાળકોને લઈ જતી એક સ્કૂલ બસ અનિયંત્રિત થઈને કેનાલમાં પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અનેક માસૂમ બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત બાળકોને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને કારણે વાલીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

