VIDEO: પઠાણકોટમાં ભારે વરસાદથી શાળા પ્રભાવિત
સોર્સ : gstv
પંજાબના પઠાણકોટ જિલ્લાના બામિયાલ વિસ્તારમાં મુસળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું . ભારે વરસાદને લીધે પાણી અનેક સરકારી અને ખાનગી શાળાઓના વર્ગખંડોમાં ઘૂસી જતાં શિક્ષણ કાર્ય ખોરવાયું હતું. પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.શાળાઓમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલે વર્ગો સ્થગિત કરવાની ફરજ પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક લોકો અને નાના બાળકો માટે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી

