Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : SC-ST then why injustice with OBC? In the case of Census V. Move from this statement of Hanumantha Rao to Delhi!

VIDEO: SC-ST છે તો OBC સાથે અન્યાય કેમ? વસ્તી ગણતરી મામલે વી. હનુમંત રાવના આ નિવેદનથી દિલ્હી સુધી હલચલ!

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તેલંગાણાના સિરસિલ્લા ખાતે વરિષ્ઠ કોંગ્રેસ નેતા વી. હનુમંત રાવે દેશમાં આગામી વસ્તી ગણતરી સંદર્ભે એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે દેશભરના અન્ય પછાત વર્ગના અધિકારો માટે અવાજ ઉઠાવતા વસ્તી ગણતરીમાં ઓબીસી માટે અલગ કૉલમ સામેલ કરવાની જોરદાર માંગ કરી છે.

App Store

હનુમંત રાવે તાજેતરના પેપર લીક કાંડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જે રીતે પરીક્ષા પેપર લીક થયા બાદ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના અધિકારો માટે મોરચો માંડ્યો અને સમગ્ર દેશના લોકો તેમના સમર્થનમાં એકઠા થયા, એ જ રીતે હવે ઓબીસી હિતો માટે પણ એક થઈને લડત આપવાનો સમય આવી ગયો છે.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અલગ કૉલમ રાખવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી ઓબીસી કૉલમની ધરાર અવગણના કરવામાં આવી છે." તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં મોટી વસ્તી ધરાવતા ઓબીસી વર્ગને તેમના હક અને યોગ્ય પ્રતિનિધિત્વથી વંચિત રાખવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ નેતાએ લોકોને આહ્વાન કર્યું કે જે રીતે વિદ્યાર્થીઓના આંદોલનને દેશવ્યાપી સમર્થન મળ્યું હતું, તેવી જ રીતે ઓબીસી વસ્તી ગણતરીની માંગને લઈને પણ દેશભરમાં એક મોટું આંદોલન ઊભું થવું જોઈએ. તેમના આ નિવેદન બાદ હવે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને રાજકીય ચર્ચાઓ ફરી એકવાર તેજ બની ગઈ છે.