VIDEO: સરલા ભટ્ટ હત્યા કેસ: યાસીન મલિકનો સંડોવણીનો ઇનકાર, કોર્ટમાં ફાંસીની સજાની માંગ
સોર્સ : gstv
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ યાસીન મલિકે કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટની હત્યામાં પોતાની કોઈપણ પ્રકારની ભૂમિકા હોવાનો સદંતર ઇનકાર કર્યો છે. તિહાર જેલમાં બંધ મલિકે સેશન્સ કોર્ટમાં 25 પાનાનું સોગંદનામું રજૂ કરી ટ્રાયલ કાર્યવાહી આગળ ન લડવાની જાહેરાત કરી છે અને આશ્ચર્યજનક રીતે ફાંસીની સજાની માંગણી કરી છે. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ચાર્જશીટ બાદ આ ખુલાસો સામે આવ્યો છે. સરલા ભટ્ટની 19 એપ્રિલ, 1990 ના રોજ હત્યા કરવામાં આવી હતી, જેમાં મલિકનું નામ આરોપી તરીકે સામેલ છે.

