VIDEO: 'સરકાર પોતે કૌભાંડોમાં ફસાયેલી છે..', ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરો પ્રહાર
ભાજપના પાયાના પથ્થર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ કેન્દ્રની મોદી સરકારની શિક્ષણ નીતિ, બજેટ અને વહીવટી પ્રાથમિકતાઓ પર તીખા સવાલો ઊભા કર્યા છે. એક ખાનગી ઈન્ટરવ્યૂમાં મુરલી મનોહર જોશીએ પેપર લીક, શિક્ષણનું વ્યાપારીકરણ, બજેટમાં કાપ અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ પર સરકારની નીતિઓ પર સીધો વાર કર્યો છે. પેપર લીકની ઘટનાઓને માત્ર પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતા માનવાને બદલે તેમને તેને સમાજ અને શાસનમાં વધી રહેલા ભ્રષ્ટાચાર સાથે જોડી. તેમણે કહ્યું કે જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે કે શિક્ષકોની નિમણૂકો લાંચ આપીને થઈ રહી છે અને દરેક ક્ષેત્રમાં પૈસાનો બોલબાલા છે તો તેઓ પણ ખોટો રસ્તો અપનાવવામાં સંકોચ કરતા નથી. બજેટની પ્રાથમિકતાઓ પર તેમણે કહ્યું કે રસ્તાઓ બનાવવા એ જ વિકાસ નથી. રસ્તાઓ માટે એન્જિનિયર અને મશીનો જોઈએ, જેના માટે મજબૂત શિક્ષણ પ્રણાલી જરૂરી છે.

