VIDEO: સંયુક્ત કિસાન મોરચાનો વિરોધ: ઘઉંના MSPમાં માત્ર ૨૫ રૂપિયાના વધારાને ગણાવ્યું ખેડૂતોનું અપમાન
સોર્સ : gstv
સંયુક્ત કિસાન મોરચા હેઠળ એકત્ર થયેલા અનેક ખેડૂત સંગઠનોએ ૨૦૨૭-૨૮ના રવી પાક માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા લઘુત્તમ ટેકાના ભાવને સદંતર નકારી કાઢ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંના MSPમાં ક્વિન્ટલ દીઠ માત્ર ૨૫ રૂપિયાનો વધારો — જે કિલો દીઠ માત્ર ૨૫ પૈસાની બરાબર છે — તે ખેડૂતો સાથે એક મોટું અપમાન સમાન છે. સંગઠને ઘઉં સહિતના તમામ રવી પાકના ટેકાના ભાવમાં તાત્કાલિક સુધારો કરવાની અને રાજ્યોને બોનસ આપવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની માંગ કરી છે. SKMએ આક્ષેપ કર્યો છે કે ડીઝલના વધેલા ભાવ અને અન્ય ઇનપુટ ખર્ચને અવગણીને મનસ્વી રીતે નિર્ણયો લેવાયા છે, જેથી આ ભાવવધારો પાછો ખેંચીને યોગ્ય ન્યાય આપવાની માંગ કરાઈ છે.

