Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Salal Dam lit up with the colors of the tricolor

VIDEO: સલાલ ડેમ તિરંગાના રંગે ઝળહળ્યું

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલું સલાલ ડેમ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે તિરંગાના રંગોથી ઝળહળી ઊઠ્યું છે. દેશભક્તિના રંગોમાં સજ્જ સલાલ ડેમનો નજારો મનમોહક જોવા મળ્યો હતો. ડેમ પર કેસરી, સફેદ અને લીલા રંગની રોશની કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર તિરંગામય બની ગયો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને દેશભરમાં વિવિધ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્થળોને તિરંગાની રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. સલાલ ડેમને પણ આ ભવ્ય ઉજવણીનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે તિરંગાના રંગોમાં ઝળહળતો ડેમ દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની લાગણીને વધુ ઉજાગર કરી રહ્યો છે. આ દૃશ્યો સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News