VIDEO: રિયાસીના સલાલ ડેમના દરવાજા ખોલાયા: સતત વરસાદથી ચેનાબ નદીની સપાટીમાં વધારો
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ચેનાબ નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીમાં પાણીની સતત વધતી આવક અને ભયજનક સપાટીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સલાલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી વધારાનું પાણી છોડાતાં નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આસપાસના ગામોના લોકોને નદી કિનારે ન જવા અને સાવધ રહેવા માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આપત્તિ વ્યવસ્થાપનની ટીમો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે હાઈવે અને નદી કિનારાના વિસ્તારોમાં વિશેષ બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

