Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Russia decides to provide fighter jet engines to Pakistan, Congress lashes out at Modi government

રશિયાએ પાકિસ્તાનને ફાઈટર જેટ એન્જિન આપવાનો લીધો નિર્ણય, મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ 

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
રશિયાએ પાકિસ્તાનને ફાઈટર જેટ એન્જિન આપવાનો લીધો નિર્ણય, મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ 
સોર્સ : GSTV

રશિયા દ્વારા પાકિસ્તાનને ફાઇટર જેટ એન્જિન પૂરા પાડવામાં આવ્યાના અહેવાલો પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ કહ્યું હતું કે મોદી સરકાર અમને એ સમજાવે કે દાયકાઓથી અમારા સૌથી વિશ્વસનીય ભાગીદાર રશિયાએ ભારતની અપીલને કેમ ફગાવી દીધી અને પાકિસ્તાનને RD-93MA એન્જિન પૂરા પાડવા માટે સહમતિ આપી દીધી. 

App Store

પીએમ મોદીની વિદેશનીતિ સામે સવાલ 

વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે, "આ મોદી સરકારની વ્યક્તિગત કૂટનીતિની વધુ એક નિષ્ફળતાને ઉજાગર કરે છે જે રાષ્ટ્રીય હિત કરતાં છબી નિર્માણને પ્રાથમિકતા આપે છે."

જયરામ રમેશે તાક્યું નિશાન 

કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "આ એન્જિન પાકિસ્તાનના ચીની બનાવટના ફાઇટર જેટ, JF-17માં સ્થાપિત કરવામાં આવશે." આ વિમાનના અપગ્રેડેડ વર્ઝનમાં PL-15 મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવશે જેનો ઉપયોગ પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન કર્યો હોવાનું કહેવાય છે. વાયુસેનાના વડાએ પણ કહ્યું હતું કે, "શક્ય છે કે પાકિસ્તાને ઓપરેશન દરમિયાન JF-17 નો ઉપયોગ કર્યો હોય."

આપણે ધંધો કરી રહ્યા છે અને તેઓ... 

જયરામ રમેશે વધુમાં કહ્યું, "ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકરે જૂન 2025 માં આ સોદા સામે સીધો વાંધો ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં, સરકારે દેશને જણાવવું જોઈએ કે વાંધો હોવા છતાં, રશિયા જેવો જૂનો અને વિશ્વસનીય ભાગીદાર હવે પાકિસ્તાનને લશ્કરી સહાય કેમ આપી રહ્યો છે, જ્યારે આપણે તેમની પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી રહ્યા છીએ અને સ્ટીલ્થ સુખોઈ-57 વિમાન ખરીદવાની ચર્ચા કરી રહ્યા છીએ."