VIDEO: કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી હોબાળો; જાહેર મંચ પરથી મહિલા કાઉન્સિલર માટે વાપર્યા વાંધાજનક શબ્દો
ઇન્દોરના વોર્ડ નંબર 6 માં લગભગ 7 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી કૈલાશ વિજય વર્ગીયની એક ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. વાઈરલ વીડિયોમાં મંત્રી મહિલા કાઉન્સિલરની શારીરિક બનાવટ અંગે ટિપ્પણી કરતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે વાંધો વ્યક્ત કર્યો છે.
વિજય વર્ગીયની વિવાદાસ્પદ ટિપ્પણી
ઇન્દોરમાં મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજય વર્ગીયની એક ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 6 માં લગભગ 7 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મંત્રી વિજય વર્ગીયએ જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલરને લઈને તેમની શારીરિક બનાવટ પર ટિપ્પણી કરી હતી. કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ કોંગ્રેસે આ ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરી છે. AICC મીડિયા કોર્ડિનેટર નીલાભ શુક્લાએ મંત્રીની ટિપ્પણીને નિંદનીય ગણાવી છે.
વિકાસકાર્યો માટે હતો કાર્યક્રમ
રવિવારે ઇન્દોરના વોર્ડ નંબર 6 માં લગભગ 7 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી કૈલાશ વિજય વર્ગીય પણ સામેલ થયા હતા. આ દરમિયાન જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલરને લઈને મંત્રીએ તેમના શારિરીક બાંધાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી મંત્રી કૈલાશ વિજય વર્ગીયએ ત્યારે કરી, જ્યારે કાઉન્સિલર તેમની પાસેથી પસાર થઈને માઈક સ્ટેન્ડ પાસે આવી રહ્યા હતા. કાઉન્સિલરની પાછળ મંત્રીના એક કાર્યકર્તા હતા, જેના કારણે તેઓ દેખાતા નહોતા. આ દરમિયાન મંત્રી વિજય વર્ગીયએ આ ટિપ્પણી કરી હતી.
મંત્રીનું નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ
મંત્રીની આ ટિપ્પણીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે તેને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા કોર્ડિનેટર નિલાભ શુક્લાએ મંત્રી કૈલાશ વિજય વર્ગીયની ટિપ્પણીને નિંદનીય ગણાવી હતી. શુક્લાએ કહ્યું કે, ભાજપ હંમેશા મહિલા સન્માનની વાત કરે છે, પરંતુ પોતાની જ પાર્ટીના મહિલા કોર્પોરેટરની શારીરિક બનાવટને લઈને આ પ્રકારની ટિપ્પણી કરવી ભાજપ અને તેના નેતાઓની પરંપરા બની ચૂકી છે.હાલમાં મંત્રી કૈલાશ વિજય વર્ગીયની આ ટિપ્પણી બાદ હવે રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે.

