Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : rubbing the nose and apologizing then meshing the mouth; commenting against Raj Thackeray Influencer had to be heavy!

VIDEO: માથે ચંપલ મુકાવી, નાક રગડાવી માફી મંગાવી પછી મોઢે ચોપડી મેશ; રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરવી ઈન્ફ્લુએન્સરને પડી ભારે!

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ કથિત વિવાદિત ટિપ્પણી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રીલ સ્ટાર મહેશ મોટેને MNS કાર્યકર્તાઓએ પકડી લીધો હતો. આક્ષેપ છે કે મહેશે સોશિયલ મીડિયા પર રાજ ઠાકરે અંગે અપશબ્દો અને વાંધાજનક ટિપ્પણી કરતો વીડિયો બનાવ્યો હતો.

App Store

આ ઘટનાને પગલે MNS કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓએ મહેશને MNS કાર્યાલયમાં લઈ જઈ તેના ચહેરા પર કાળો કૂચડો ફેરવ્યો હતો. ત્યારબાદ તેની પાસે રાજ ઠાકરેની તસવીર સામે માફી મંગાવવામાં આવી હતી.

કાર્યકર્તાઓએ પાર્કમાંથી ઈન્ફ્લુએન્સરને પકડ્યો

MNSના હડપસર વિધાનસભા ક્ષેત્રના ઉપવિભાગ અધ્યક્ષ શુભમ જગદાલેના જણાવ્યા અનુસાર, મહેશ મોટે વિવાદિત વીડિયો બનાવ્યા બાદ લગભગ 15થી 20 દિવસ માટે કેરળ ચાલ્યો ગયો હતો. ગત રાત્રે તે પુણેના કાત્રજ વિસ્તારમાં પરત ફર્યો હોવાની માહિતી MNS કાર્યકર્તાઓને મળી હતી.

માહિતી મળ્યા બાદ કાર્યકર્તાઓ કાત્રજની એક પાર્કમાં પહોંચ્યા હતા અને મહેશને ત્યાંથી પકડી લીધો હતો. ત્યારબાદ તેને MNSના જનસંપર્ક કાર્યાલયમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના ચહેરા પર કાળો કૂચડો ફેરવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

માથે ચંપલ મુકાવી, નાક રગડાવી માફી મંગાવી

MNS કાર્યાલયમાં લઈ આવ્યા બાદ કાર્યકર્તાઓએ મહેશ મોટેને માથે ચંપલ મુકાવીને ઉઠક-બેઠક કરાવી હતી. ત્યારબાદ રાજ ઠાકરેની તસવીર સામે તેને સાષ્ટાંગ દંડવત કરવા અને નાક રગડવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેણે હાથ જોડીને રાજ ઠાકરે અને MNS વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ બિનશરતી માફી માગી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

રડતા રડતા સ્વીકારી પોતાની ભૂલ

ઘટના બાદ મહેશ મોટેનો એક માફી માગતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે રડતો જોવા મળી રહ્યો છે અને તેણે પોતાની ટિપ્પણીને ભૂલ ગણાવી હતી.

મહેશે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં રહીને રાજ ઠાકરે અથવા MNS વિરુદ્ધ ખોટું બોલવું જોઈએ નહીં. તેણે હાથ જોડીને માફી માગી હતી અને લોકોને અપીલ કરી હતી કે હવે તેને વધુ પરેશાન કરવામાં ન આવે.

MNS નેતાની ચેતવણી- ફરી આવી ટિપ્પણી કરી તો કાર્યવાહી

MNS નેતા શુભમ જગદાલેએ આ મામલે કડક ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, મહેશને MNSની ભાષામાં ‘મહાપ્રસાદ’ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં ચીમકી આપી કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ MNS પ્રમુખ રાજ સાહેબ ઠાકરે વિરુદ્ધ આવી અભદ્ર અથવા વાંધાજનક ટિપ્પણી કરશે તો પાર્ટી તરફથી તેને કડક જવાબ આપવામાં આવશે.