VIDEO: ઝોજિલામાં પાંચ કલાકમાં માર્ગ પુનઃસ્થાપિત
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના ઝોજિલા પાસ વિસ્તારમાં અચાનક આવેલા ફ્લેશ ફ્લડને કારણે શ્રીનગર-લદ્દાખને જોડતો SSG રોડ પ્રભાવિત થયો હતો. ભારે પાણીના પ્રવાહ અને કાટમાળના કારણે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે BROની ટીમો તાત્કાલિક કામગીરીમાં લાગી ગઈ હતી. ભારે વરસાદ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે BROએ સતત કામગીરી કરીને માત્ર પાંચ કલાકમાં માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દીધો હતો. માર્ગ પુનઃસ્થાપિત થતાં શ્રીનગર અને લદ્દાખ વચ્ચેની કનેક્ટિવિટી ફરી શરૂ થઈ છે. BROની ઝડપી કામગીરીને કારણે મુસાફરો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.

