VIDEO: કાચા તેલના ભાવમાં ઉછાળો, ઓઈલ કંપનીઓને મોટો નફો
સોર્સ : gstv
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર પહોંચ્યા છે. દેશમાં મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓ માટે નફાનો તબક્કો શરૂ થયો છે. જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઈન્ડિયન ઓઈલ, BPCL અને HPCLનો કુલ નફો 14,470 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. જ્યારે એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિકમાં આ ત્રણેય કંપનીઓને કુલ 18,150 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રિફાઈનિંગ અને માર્કેટિંગ માર્જિનમાં સુધારાને કારણે કંપનીઓના નફામાં મોટો પલટો આવ્યો છે.

