VIDEO: રાજૌરી-કાલાકોટ હાઈવે પર રિસર્ફેસિંગ શરૂ
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રાજૌરી-કાલાકોટ હાઈવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે BRO દ્વારા રિસર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાઈવેના ખસ્તા થયેલા રસ્તાને સુધારવા માટે માર્ગ પર નવા સ્તરની કામગીરી હાથ ધરાઈ છે. BROની ટીમો દ્વારા મશીનરીની મદદથી રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રાજૌરી અને કાલાકોટ વચ્ચે વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની આશા છે. રસ્તાના સુધારકામથી સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોને રાહત મળશે. ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યોમાં કામદારો અને મશીનરી દ્વારા રસ્તા પર રિસર્ફેસિંગની કામગીરી ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિકોએ પણ કામગીરી અંગે પ્રતિક્રિયા આપી છે.

