Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Respect for CBI raid intensified, says BJP has started preparations for Punjab elections

VIDEO: સીબીઆઈના દરોડા પર માન અકળાયા, કહ્યું ભાજપે પંજાબ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચંદીગઢમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના કેમ્પ ઓફિસ અને તેમના OSD રાજબીર સિંહ ઘુમનના નિવાસસ્થાને CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે કેસ નોંધવાનો આદેશ આપ્યાના એક જ દિવસ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભગવંત માને X  પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ભાજપે પંજાબ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પંજાબ સરકાર તથા તેમને બદનામ કરવા માટે ED અને CBIનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.  આ સમગ્ર મામલો પંજાબ સરકારમાં ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચારના આરોપો સાથે જોડાયેલો છે. હાઇકોર્ટે ખાસ કરીને ED ના પુરાવાઓમાં OSD રાજબીર સિંહ ઘુમનનું નામ હોવા છતાં, પંજાબ પોલીસની પ્રાથમિક તપાસમાં તેમનો સમાવેશ ન થવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને CBI ને તપાસના આદેશ આપ્યા હતા.

App Store