VIDEO: સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, 60 લાખનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી ગેરકાયદે કોલસા ખોદકામના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સરકારી ખરાબાની જમીનમાં વિજળીયા ગામના ઈસમો દ્વારા આ ખોદકામ કરાવાતું હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન ટીમે બે ટ્રેક્ટર, મશીનરી અને કાર્બોસેલ સહિત કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું કે કોઈપણ સેફ્ટી સાધનો વગર મજૂરોને જોખમી રીતે કૂવામાં ઉતારીને ખોદકામ કરાવવામાં આવતું હતું. દરોડા સમયે કૂવામાંથી 6 મજૂરોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને જમીન માપણી સહિતની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

