VIDEO: ગહનડેઈ ગામમાં ઊંડા કૂવામાંથી હાથીના બચ્ચાનું રેસ્ક્યૂ
સોર્સ : gstv
ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના હિંદોલ વિસ્તારમાં આવેલા ગહનડેઈ ગામમાં ૧૫ ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા એક હાથીના નાના બચ્ચાને વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યું છે. મોડી રાત્રે જંગલમાંથી ભટકીને ગામમાં આવી ચડેલું આ બચ્ચું અકસ્માતે ખુલ્લા કૂવામાં પડી ગયું હતું. સવારે બચ્ચાની ચીસો સાંભળીને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. વન કર્મચારીઓની ટીમે જેસીબી મશીનની મદદથી કૂવાની એક તરફ માટી ખોદીને ઢાળવાળો રસ્તો બનાવ્યો હતો અને ભારે જહેમત બાદ બચ્ચાને સહીસલામત બહાર કાઢ્યું હતું. કૂવામાંથી બહાર આવ્યા બાદ હાથીનું બચ્ચું તંદુરસ્ત જણાતાં તેને તબીબી તપાસ પછી જંગલમાં માતા અને તેના ઝુંડ સાથે પુનઃમેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

