Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Regarding the death of Indian sailors, the Minister of External Affairs of India S. Jaishankar immediately adopted a strict and aggressive attitude

VIDEO: ભારતીય નાવિકોના મોતની ઘટનાને લઈને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અત્યંત કડક અને આક્રમક વલણ અપનાવ્યું

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકાની એક ક્રૂર સૈન્ય હરકત સામે ભારતે અત્યંત કડક અને આક્રમક વલણ અપનાવ્યું છે. ઓમાનની ખાડીમાં ભારતીય નાવિકો ધરાવતા તેલ ટેન્કર જહાજ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત નીપજ્યા છે. આ ઘટનાને લઈને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે વહેલી સવારે જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને ફોન લગાવીને જોરદાર ઝાટકણી કાઢી છે. જયશંકરે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, સમંદરમાં વ્યાપારી જહાજો કે ભારતીય નાવિકો પરના આવા હુમલા કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ કૂટનીતિક વાતચીત અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેમણે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોને સખત લહેજામાં કહ્યું છે કે કમર્શિયલ શિપિંગને આ રીતે નિશાન બનાવવું બિલકુલ ન્યાયસંગત નથી. આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં.

App Store
ટોપિક્સ:gstvgstv newssailor