Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Red alert for India! 4 billion people in the world will become victims of unbearable heat by 2050

ભારત માટે Red Alert! 2050 સુધીમાં દુનિયાના 4 અબજ લોકો બનશે અસહ્ય ગરમીનો શિકાર, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ભારત માટે Red Alert! 2050 સુધીમાં દુનિયાના 4 અબજ લોકો બનશે અસહ્ય ગરમીનો શિકાર, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ચેતવણી
સોર્સ : GSTV

India on Red Alert for Extreme Heat: 2026નું વર્ષ હજી શરૂ થયું છે કે ત્યાં એક ડરામણી ખબર આવી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર સૂરજની ગરમી હવે ધીમે ધીમે વધી જશે. સૂરજમાંથી આગ નીકળતી હોય એવો અહેસાસ થશે. ગરમી એટલી વધી જશે કે રસ્તાઓ પર પણ ડામર પીગળવા લાગશે. તેમ જ ઘરમાં એર કન્ડિશનર નહીં હોય તો ઘર ભઠ્ઠી બની ગયું હોય એવો અહેસાસ થશે. 2050 સુધીમાં દુનિયાની 40 ટકા વસ્તી એટલે કે અંદાજે 4 અબજ લોકો એવી ગરમીનો સામનો કરશે જેને તેઓ સહન પણ નહીં કરી શકે. સૌથી ખતરનાક વાત એ છે કે વૈજ્ઞાનિકો દ્વારા ભારત માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

App Store

ભારતમાં શું અસર થશે?

ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા ભારત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર ભારત, નાઇજીરિયા અને ઇન્ડોનેશિયા એવા દેશ છે જ્યાં સૌથી વધુ ગરમી જોવા મળશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દેશમાં ગરમીનો પારો 45થી 50 ડિગ્રીની આસપાસ હોઈ શકે છે અથવા તો એને ક્રોસ પણ કરી શકે છે. આ ગરમીને કારણે મનુષ્યનું શરીર તેના અંદરના અંગોને ઠંડા રાખવામાં સફળ નહીં રહે. ભારતના કરોડો લોકો પાસે હજી પણ એર કન્ડિશનરની સુવિધા નથી. આ સાથે જ વૈજ્ઞાનિકોનો દાવો છે કે આગામી વર્ષોમાં ગરમીને કારણે થતાં મૃત્યુનો આંકડો ખૂબ વધશે.

2010માં ફક્ત 1.5 અબજ લોકો પર આ જોખમ હતું. જોકે 2050માં આ આંકડો ડબલ કરતાં વધી જશે અને 3.8 અબજ લોકો પર ગરમીને કારણે મૃત્યુનો જોખમ થઈ શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર ભવિષ્યમાં પૃથ્વીની ઓળખ એક આગ અને ધુમાડો બનીને રહી શકે છે. એજ્યુકેશન, હેલ્થ કેર અને કૃષિ ક્ષેત્રે ગરમીને કારણે ખૂબ જ વધુ અસર જોવા મળશે.

ઠંડા દેશો પણ સુરક્ષિત નથી

આ ગરમી ફક્ત ભારત, ઇન્ડોનેશિયા અને નાઇજીરિયા પૂરતી સીમિત નથી. ઠંડા દેશો પણ હવે સુરક્ષિત નથી. રશિયા, કેનેડા અને ફિનલેન્ડ જેવા દેશને ખૂબ જ ઠંડા દેશ તરીકે ઓળખવામાં આવે છે. જોકે તેમના પર સૌથી વધુ જોખમ છે. પૃથ્વી હવે ગરમ થઈ રહી છે અને એની અસર આ દેશો પર પણ પડશે. આ ઠંડા દેશમાં આવેલા ઘર ગરમી જાળવી રાખે અને ઠંડીથી બચી શકે એ માટે બનાવવામાં આવ્યાં છે. આથી આ દેશમાં જ્યારે ગરમી વધશે ત્યારે આ તમામ ઘર ગેસ ચેમ્બર બની જશે. આ દેશની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને હેલ્થ કેર પણ ગરમી માટે તૈયાર નથી.

ઓક્સફોર્ડ રિસર્ચની રાધિકા ખોસલાએ ચેતવણી આપી છે કે ગરમી એક ચોક્કસ ડિગ્રીને ક્રોસ કરતાં જ એજ્યુકેશન, હેલ્થ અને ખેતી દરેક ક્ષેત્રમાં નુકસાન થવાનું શરૂ થઈ જશે. ખેતીના પાક સુકાઈ જશે અથવા તો સળગી જશે આથી ખાવાની મુશ્કેલી પડી શકે છે. કરોડો લોકો રહેવા લાયક જગ્યાની શોધમાં પોતાનું ઘર પણ છોડી દેશે.