VIDEO: RBI વર્ષ 2028ની શરૂઆતમાં લોન્ચ કરશે પ્લાસ્ટિકની નોટ
સોર્સ : gstv
ભારતીય રિઝર્વ બેંકે પ્લાસ્ટિક અથવા પોલિમર કરન્સી નોટને લઈને મોટું અપડેટ આપ્યું છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2028ની શરૂઆતમાં 10 અને 20 રૂપિયાના પોલિમર નોટ સર્ક્યુલેશનમાં લાવવાનો લક્ષ્યાંક છે. હાલમાં આ નોટ માટે પાયલટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને બજારમાં ઉતારતા પહેલાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પણ 10 અને 20 રૂપિયાના પોલિમર નોટના ફીલ્ડ ટ્રાયલ પ્રસ્તાવને મંજૂરી આપી છે. નવા પ્લાસ્ટિક નોટ વધુ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે.

