VIDEO: RBIએ બેંકો પાસેથી રૂ. 3.93 લાખ કરોડની લિક્વિડિટી ખેંચી
સોર્સ : gstv
RBIએ 15 સપ્ટેમ્બરે VRRR નિલામી મારફતે બેંકિંગ સિસ્ટમમાંથી રૂ.3 લાખ 93 હજાર 352 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી છે. RBIએ રૂ. 5 લાખ કરોડની નોટિફાઇડ રકમ સામે મળેલી તમામ રૂ. 3 લાખ 93 હજાર 352 કરોડની બોલી 5.24 ટકાના કટ-ઓફ રેટ પર સ્વીકારી હતી. બેંકિંગ સિસ્ટમમાં રહેલી વધારાની રોકડ ઘટાડવા અને ઓવરનાઈટ મની માર્કેટના દરને રેપો રેટની નજીક રાખવા માટે RBI સતત VRRR ઓક્શન કરી રહ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો બેંકો પાસે વધારાના પૈસા હોય ત્યારે તેઓ તેને ટૂંકા ગાળા માટે RBI પાસે જમા કરાવે છે અને તેના પર વ્યાજ મેળવે છે. આ ઉપરાંત RBIએ સરકારી જામીનગીરીના વેચાણ માટે રૂ. 1 લાખ કરોડના ઓપન માર્કેટ ઓપરેશનની પણ જાહેરાત કરી છે.

