VIDEO: મુરાદાબાદમાં રામગંગાનું જળસ્તર વધ્યું
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રામગંગા નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીનું પાણી વધતા રહેણાંક વિસ્તારો સુધી પાણી પહોંચી ગયું છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી છે. ગ્રામજનોનું કહેવું છે કે પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી તેઓને ઘર અને પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની અવરજવર પણ પ્રભાવિત થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓએ તંત્ર પાસે જરૂરી મદદ અને રાહત વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

