VIDEO: રેલવેના અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા
સોર્સ : GSTV
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ-પીલોલ માર્ગ પર આવેલા રેલવે અંડરપાસમાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન એક ગંભીર દર્દીને ઇમર્જન્સી સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલી ૧૦૮ એમ્બ્યુલન્સ આ પાણી ભરાયેલા અંડરપાસની વચ્ચે અટવાઈ ગઈ હતી. અંડરપાસમાં પાણીનું સ્તર વધુ હોવાના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકી ન હતી, જેના કારણે દર્દી અને તેના સ્વજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

