VIDEO: ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં વરસાદથી રૂદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકીની નદીનું જળસ્તર વધ્યું
સોર્સ : gstv
ઉત્તરાખંડના રૂદ્ર પ્રયાગમાં પડી રહેલા સતત વરસાદના કારણે અલકનંદા અને મંદાકીની નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓની સપાટી વધી રહી છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને તથા ચારધામ યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે રહેવા અને નદીઓથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ સંભવિત આપત્તિને ટાળી શકાય અને જાનમાલનું નુકસાન અટકી શકે.

