VIDEO: ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગાએ ભયજનક સપાટી વટાવી, તકદારીના ભારરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાતંર કરાયું
સોર્સ : gstv
ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદની અસર ઋષિકેશમાં જોવા મળી. ગંગા ત્રિવેણી ઘાટ પર ચેતવણી સ્તરથી ઉપર વહી રહી છે. અધિકારીઓએ નદી કિનારે સ્થળાંતર અને જાગૃતિ અભિયાન તીવ્ર બનાવ્યું છે. એસડીઆરએફ, જળ પોલીસ અને આપત્તિ ટીમોએ ત્રિવેણી ઘાટ, મુની કી રેતી તથા લક્ષ્મણ ઝૂલા ખાતે કાર્યવાહી શરૂ કરી. લોકોને ઘાટ ખાલી કરી સુરક્ષિત સ્થળે જવા અને નદીમાં પ્રવેશ ન કરવા અપીલ કરાઈ છે. પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.

