VIDEO: હૈદરાબાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ
સોર્સ : gstv
તેલંગાણાના હૈદરાબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ભારે ઉકળાટ તેમજ ગરમીથી રાહત મળી હતી. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને ચોક-ચૌટાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવહવાર થોડા સમય માટેધીમો પડી ગયો હતો. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા નોકરીયાત વર્ગ અને રાહદારીઓને પાણી ભરાવાની સમસ્યાને કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

