VIDEO: કર્ણાટકમાં મિઠાઈ એકમો પર દરોડા
સોર્સ : gstv
તહેવારોની મોસમમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે કર્ણાટક ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા બેંગલુરુ સહિત સમગ્ર રાજ્યમાં મિઠાઈ ઉત્પાદન એકમો પર વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓની ટીમોએ વિવિધ પ્રોડક્શન યુનિટ્સમાં દરોડા પાડીને સ્વચ્છતા અને ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું છે. તપાસ દરમિયાન ચકાસણી માટે માવા અને વિવિધ મિઠાઈઓના નમૂનાઓ લેબ ટેસ્ટિંગ અર્થે લેવાયા છે. કેટલીક જગ્યાએ અસ્વચ્છતા બદલ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચનારા વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

