VIDEO: પેલેટ ગન પીડિતના મુદ્દે રાહુલ ગાંધીના ધરણા, જે.પી. નડ્ડાએ કહ્યા સસ્તી લોકપ્રિયતાના ખેલ
સોર્સ : gstv
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પેલેટ ગન પીડિતના સમર્થનમાં દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચીને ધરણા પર બેસી જતાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, દેશ ફરી એકવાર રાહુલ ગાંધીની સસ્તી લોકપ્રિયતા મેળવવાની રાજનીતિ જોઈ રહ્યો છે. તેમનો આ વિરોધ ન્યાય કે વિદ્યાર્થીઓ માટે નહીં, પણ કોંગ્રેસની રાજકીય હતાશા અને મીડિયાનું ધ્યાન ખેંચવાની ભૂખનું પ્રતિક છે. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈની ઘટનાની નોંધ લઈ પૂર્વ જજની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ બનાવી હોવા છતાં, કેમેરા સામે બેસી રાહુલ ગાંધી શું સાબિત કરવા માંગે છે તે મોટો સવાલ છે.

