VIDEO: રાહુલ ગાંધીનો સંઘ-ભાજપ પર મોટો પ્રહાર, કહ્યું આ લોકોની સૌથી મોટી ઓળખ કાયરતા
સોર્સ : gstv
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કરીને ભારતીય જનતા પાર્ટી અને સંઘ પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે જણાવ્યું કે, હું નરેન્દ્ર મોદી, સંઘ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે એક દાયકા કરતાં પણ વધુ સમયથી લડી રહ્યો છું. હું મારા વિરોધીઓને એટલી સારી રીતે સમજું છું, જેટલું કોઈ પણ પોતાના પ્રતિસ્પર્ધીને સમજે છે. હું તેમને અંદરથી જાણું છું અને તેમની દરેક ચાલથી વાકેફ છું. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ લોકોની સૌથી મોટી ઓળખ કાયરતા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, જ્ઞાનેશ કુમાર અને અજીત ડોભાલ આ વાર્તાના ખલનાયક હવે ધીમે ધીમે ઘેરાઈ રહ્યા છે અને તેમની ચારેય તરફથી સીમાઓ સમેટાઈ રહી છે.

